ભાજપનાં રાજકીય આતંકવાદ સામે ગુજરાતમાં લોકશાહીનો પ્રજાલક્ષી વિજય : 09-08-2017
- ભાજપનાં રાજકીય આતંકવાદ સામે ગુજરાતમાં લોકશાહીનો પ્રજાલક્ષી વિજય
- ભાજપ સરકારે નીચલા સ્તરનાં કાવાદાવા છોડી પૂરપીડીતોને 10,000 કરોડ અને પાંચ વર્ષ ટેક્ષ માફીનું પેકેજ આપવું જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ
રાજ્યસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે શરમજનક રાજકારણ રમનાર ભાજપનાં રાજકીય આતંકવાદ સામે સમગ્ર ગુજરાતે એકી અવાજે ‘હજુ લોકશાહી જીવંત’ હોવાનું જણાવી કોંગ્રેસનાં ઉમેદવારશ્રી અહેમદભાઈ પટેલનાં વધાવેલાં વિજયનો ઋૃણ સ્વીકાર કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકારની કુટિલતા અને તમામ પ્રકારની હલકામાં હલકી કક્ષાની વિચારધારાવાળી પ્રવૃત્તિઓ સામે ગાંધીજીના ગુજરાતમાં સત્ય અને લોકશાહીનો જ્વલંત વિજય થયો છે. જેમાં કોંગ્રેસયુક્ત બનેલાં ભાજપનું આગામી વિધાનસભા ચૂંટણી જીતવાનું સપનું ક્યારેય સાકાર નહી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો