ભરૂચ ખાતે ગેસ ગળતરની ઘટના : 03-11-2016
ગુજરાત નર્મદા વેલી ફર્ટ્રીલાઈઝર કોર્પોરેશન (GNFC) ભરૂચ ખાતે ગેસ ગળતરની ઘટનામાં ચાર વ્યકિત્તઓના મોત અને ૧૪ વ્યકિત્તઓ ગંભીર રીતે ઘાયલ થઇ છે ત્યારે સમગ્ર ગેસ ગળતરની ઘટના અંગે તટસ્થ તપાસની માંગ કરતાં અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત નર્મદા વેલી ફર્ટ્રીલાઈઝર કોર્પોરેશન (GNFC)માં ગેસ ગળતર દુર્ઘટનામાં ચાર વ્યકિતઓએ જીવ ગુમાવ્યો છે અને ૧૪થી વધુ વ્યકિતઓ ગંભીર રીતે ઘાયલ થવાથી મોત સામે ઝઝુમી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો