ભરૂચ ખાતેના કેબલ બ્રીજ માટે નિતીન ગડકરીએ ઉદઘાટન સમારંભમાં જુઠ્ઠાંણાના સરદાર શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાષણ : 08-03-2017

કેન્દ્રીય પરિવહન મંત્રીશ્રી નિતીન ગડકરીએ તા. ૭-૩-૨૦૧૭ ના રોજ ભરૂચ ખાતે નવનિર્મિત કેબલબ્રીજ અંગેના જુઠ્ઠાંણાના પર્દાફાશ કરતાં આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, યુપીએના શાસન દરમ્યાન ભરૂચ જિલ્લાના રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલની કુનેહ અને દિર્ધદ્રષ્ટિને કારણે, તેમણે વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ  અને તત્કાલીન નાણાપ્રધાનને કરેલી અસરકારક રજૂઆતથી કેન્દ્રીય બજેટમાંથી રૂા. ૩૭૯ કરોડ નાણાં ફાળવી નર્મદા નદી પર ઈ.પી.સી. પ્રોજેક્ટ તરીકે એટલે કે, ટોલ ફ્રી બ્રીજ બન્યો પણ આ બ્રીજની તૈયાર કામગીરીનો શ્રેય લેવા અને માત્રને માત્ર જુઠ્ઠાંણા સાથે કેન્દ્રીય મંત્રીશ્રી નિતીન ગડકરીએ ઉદઘાટન સમારંભમાં જુઠ્ઠાંણાના સરદાર શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાષણ કર્યું ત્યારે સમગ્ર હકીકત મુજબ ભરૂચ ખાતેના કેબલ બ્રીજ માટે યુપીએ સરકારના શાસનમાં ૧લી મે, ૨૦૧૨ માં ખાત મૂહર્ત થયું પરંતુ જે કંપની બી.ઓ.ટી. ધોરણે આ કામ કરવાની હતી તેમના તરફથી કામ ન થતા તાત્કાલિક અસરથી તા. ૨૬મી ડિસેમ્બર ૨૦૧૩ ના રોજ કેન્દ્રની યુપીએ સરકારે રાષ્ટ્રીય હિતમાં મહત્વના પ્રોજેક્ટ તરીકે ઈ.પી.સી. ( એન્જીનીયરીંગ પ્રોક્યુરમેન્ટ કન્સ્ટ્રક્શન ) પ્રોજેક્ટ તરીકે જાહેર કર્યો અને તા. ૨૫મી ફેબ્રુઆરી, ૨૦૧૪ માં તે અંગેના કરાર થયો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

ભરૂચ કેબલ બ્રીજ અંગે તમામ પત્ર વ્યવહારની નકલો