ભરતી પરીક્ષાના પરિણામમાં મોટા પાયે થયેલ છબરડાંની રજૂઆત તેમજ ભ્રષ્ટ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો : 02-01-2017

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૧૬/૧૦/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ બિનસચિવાલય કલાર્ક / ઓફિસ આસીસ્ટન્ટની ભરતી પરીક્ષાના પરિણામમાં મોટા પાયે થયેલ છબરડાંની રજૂઆત સંદર્ભે આજે ગાંધીનગર સચિવાલય ખાતે સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ એલ. ચુંઆગો દ્વારા એ.આઈ.સી.સી. ના મંત્રી તથા બિન સચિવાલય ભરતી ન્યાય સમિતિ, ગુજરાતના કો-ઓર્ડીનેટર શ્રી દિપક બાબરીયાને રૂબરૂ સાંભળવા બોલાવ્યા હતા.

 

સમિતિના કો-ઓર્ડિનેટર શ્રી દિપક બાબરીયાએ અગ્ર સચિવને ઉગ્ર રજૂઆત કરી હતી અને સમગ્ર ભરતી પ્રક્રિયામાં ગુજરાત ગૌણ સેવા આયોગની ભ્રષ્ટ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને માંગણી કરી હતી કે,

  • ગુજરાત ગૌણ સેવા મંડળના ભ્રષ્ટ ભાજપ તથા આર.એસ.એસ. સાથે સંકળાયેલ અધ્યક્ષ તથા સભ્યોને તાત્કાલિક દૂર કરવામાં આવે.
  • ન્યાયિક વ્યક્તિઓ, પૂર્વ ન્યાયધિશોની અધ્યક્ષતામાં સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક ચલાવવામાં આવે.
  • બિન-સચિવાલય કલાર્ક ભરતીની તા. ૩-૧-૨૦૧૭ ના રોજ યોજાનાર બીજા તબક્કાની કોમ્પ્યુટર પરીક્ષા તાકીદે રદ્દ કરવામાં આવે.

 

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note