ભરતી કૌભાંડની તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી સંડોવાયેલા તત્કાલિન મહેસૂલ મંત્રી અને તત્કાલિન પંચાયત મંત્રી પદ ત્યાગ કરે : 01-07-2016

  • ભાજપ સરકારના જેતે વિભાગના મંત્રીઓ ગામથી લઈને ગાંધીનગર સુધી અને શહેર થી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો છે. : ભરતસિંહ સોલંકી
  • સમગ્ર ભરતી કૌભાંડની તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી સંડોવાયેલા તત્કાલિન મહેસૂલ મંત્રી અને તત્કાલિન પંચાયત મંત્રી પદ ત્યાગ કરે.
  • રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં તારીખ ૨જી જૂલાઈ ને શનિવારે સવારે ૧૧-૦૦ કલાકે, ધરણાં-દેખાવોનો કાર્યક્રમ

ભાજપ સરકારના ૨૦૦૧ થી ૨૦૧૫ સુધીમાં જુદા જુદા વિભાગમાં કરવામાં આવેલ ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતી અને કરોડો રૂપિયાનો “વહીવટ” રાજ્યના તત્કાલિન મહેસૂલ મંત્રીશ્રી આનંદીબેન પટેલ અને તત્કાલિન પંચાયત કાયદા મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુખ્ય ભૂમિકા હોવાનું જ્યારે જાહેર થતું હોય અને સમગ્ર ભરતી પ્રક્રિયામાં એકત્ર થયેલ નાણાં ભાજપ મંત્રીઓએ ઘરભેગા કરી દીધા હોય ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી, તલાટી ભરતી, બિન સચિવાલય ક્લાર્ક, નર્સીંગ ભરતી જેવી વિવિધ વિભાગોમાં ભરતી, ચીફ ઓફિસરની ભરતી, ચીટનીસની ભરતી, વર્ગ-૧ અને વર્ગ-૨ ની ભરતી સહિતના કૌભાંડોની સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ સી.બી.આઈ. તપાસની માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગરોમાં તારીખ ૨જી જૂલાઈને શનિવારે સવારે ૧૧-૦૦ કલાકે રાજ્ય વ્યાપી ધરણાં-દેખાવોની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note