ભરતી કોભાંડની તટસ્થ તપાસ અને રાજ્યના યુવાનોને ન્યાય મળે તેવી માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના ધરણા પ્રદર્શન : 15-10-2019
બિન સચિવાલય સેવા કારકૂન, સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ૩૭૩૮ જગ્યા માટે ૧૦ લાખ ૪૫ હજાર થી વધુ યુવાન-યુવતીઓની ભરતી પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત દ્વારા ભાજપ સરકાર ગુજરાતના યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે, ભરતી કોભાંડની તટસ્થ તપાસ અને રાજ્યના યુવાનોને ન્યાય મળે તેવી માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના ધરણા પ્રદર્શન – આવેદનપત્રના કાર્યક્રમ અંતર્ગત બાયડ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરનાર ગરીબ-મધ્યમ વર્ગના યુવાનો પોતાના ઘરબાર છોડી નાના-મોટા શહેરમાં હોસ્ટેલમાં ભાડે રહીને રાત-દિવસ પરીક્ષાની તૈયારી કરતા હોય છે. જ્યારે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ કરવાનું કારણ પુછતા ગુજરાત ગૌણ સેવા પંસંદગીના અધ્યક્ષ “મને ખબર નથી” તેવો ગેરવ્યાજબી જવાબ આપી રહ્યાં છે, જ્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી ભરતી પ્રક્રિયામાં લાયકાત બદલવાની વાતો કરે છે. ત્યારે ગુજરાતના યુવાનો સાથે ક્રુર મજાક – મશ્કરી આ ભાજપ સરકાર કરી રહી હોય તેવું લાગે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો