ભરતસિંહ સોલંકીના હસ્તે કોંગ્રેસ સમિતિની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી : 01-08-2015
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે કોંગ્રેસ સમિતિની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.ટી.સેલના સમગ્ર ગુજરાતના આવેલા ૭૦૦ થી વધુ ડેલીગેટને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું નવી લોન્ચ કરાયેલી વેબસાઈટ અંગે આનંદની લાગણી અનુભવું છું. તેમજ આઈ.ટીની ટીમને અભિનંદન આપું છું. આ નવી વેબસાંઈટના માધ્યમથી કોંગ્રસ પક્ષના સંગઠનની માહિતી , કોંગ્રસના આવનારા કાર્યકમોની વિગત સભ્ય નોંધણી તેમજ ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થતિ અંગે માહિતી મેળવી શકશે. તેમજ આ વેબસાઈટનો હેતુ મિશન ૨૦૧૭ છે. તેમજ આ વેબસાઈટ ના માધ્યમથી નવસર્જન ગુજરાતના સંકલ્પને પરિપૂર્ણ કરવામાં મદદ મળશે. આ પ્રસંગે આ વેબસાઈટ તૈયાર કરવામાં ઘણા સભ્યોની આકરી મહેનત છે. તેમજ આઈ. ટી. સેલના સભ્યોએ પણ નવસર્જન ગુજરાતના સંકલ્પમાં ભાગીદાર બન્યા છે તેનો મને આનંદ છે. આ વેબસાઈટ લોન્ચિંગ પ્રસંગે કોંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પ્રિયંકાજી પણ ઉપસ્તિથ રહ્યાં હતા.તેમણે પણ સોશીયલ મીડિયાના ઉપયોગ અંગે યુવાનોને ઉપયોગી માહિતી આપી હતી. તેમજ વેબસાઈટ લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો