ભરતસિંહ સોલંકીએ આજ રોજ પત્રકારો સાથે અનઔપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે,…: 28-10-2015
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ પત્રકારો સાથે અનઔપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગર અને નગરપાલિકાઓ માટે ઉમેદવારો પસંદગીની મોટા ભાગની કામગીરીને આગામી ત્રણ દિવસમાં આખરી ઓપ આપવામાં આવશે. ૩૧ જિલ્લાઓમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે ઉમેદવારોની પસંદગી માટે સ્થાનિક કક્ષાએ સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે. ૬ મહાનગરપાલિકાઓમાં પણ ઉમેદવારોની પસંદગીની કામગીરી વેગવંતથી ચાલે છે. અને તે માટે વરિષ્ઠ નેતાઓને સોંપાયેલ જવાબદારી અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં પૂર્ણ થશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો