ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી,કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છેઃઅહેમદ પટેલ
કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલે આજે અમદાવાદમાં કોગ્રેસ વિસ્તૃત કારોબારી બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી.કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છે.હવે કોંગ્રેસ સરકાર આવશે.એએમસી બોડકદેવ કોમ્યુનિટિ હોલમાં આ બેઠક મળી હતી. કોંગ્રેસની કારોબારીમાં 2017ની વિધાનસભા ચુંટણી જીતવા મંથન કરાયું હતું. અહેમદ પટેલે વધુમાં કહ્યુ કે ટિકિટ માટે કોઇની ભલામણ ચાલશે નહી.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે કહ્યુ હતું કે,કોંગ્રેસ સીએમ પદના ઉમેદવાર જાહેર નહી કરે.દિલ્હી હાઇકમાન્ડ ચુંટણી જીત્યા બાદ ઉમેદવાર જાહેર કરશે.ચુંટણી જીત્યા બાદ ધારાસભ્ય નક્કી કરશે કે સીએમ કોણ હશે.ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં ચુંટણી લડાશે.કોંગ્રેસના નેતાઓ એક થાય અને કામ કરે
http://gujarati.news18.com/news/ahmedabad/gujarat-pradesh-congress-executive-ahmedabad-723164.html