ભગવાન સ્વામિનારાયણને તેમના પવિત્ર વસ્ત્રો અર્પણ કરવાને બદલે આર.એસ.એસ. નો ડ્રેસ પહેરાવવાની ઘટના : 07-06-2016

સુરત ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને તેમના પવિત્ર વસ્ત્રો અર્પણ કરવાને બદલે આર.એસ.એસ. નો ડ્રેસ પહેરાવવાની ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી પર આર.એસ.એસ. – ભાજપે કુઠારઘાત કર્યો છે, ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાવનાર આર.એસ.એસ. – ભાજપ સામે ગુન્હો દાખલ કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મતની ખેતી માટે આર.એસ.એસ.-ભાજપ નિમ્ન કક્ષાએ રાજનિતી કરી શકે છે. તે સુરત ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા સાથે જે રીતે આર.એસ.એસ.નો પહેરવેશ ધારણ કરાવવામાં આવ્યો તે આર.એસ.એસ.-ભાજપની માનસિક્તાનું સૌથી મોટું ઉદહારણ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note