ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી ઐતિહાસિક રથયાત્રા : 30-06-2022
- નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ લીધા.
- ઢોલ-નગારા અને પરંપરાગત સાફા સાથેપદયાત્રા કરી કોંગ્રેસ દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા -અર્ચના કરવામાં આવી.
ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી ઐતિહાસિક રથયાત્રાનાં પૂર્વ દીને પરંપરાગત રીતે ૧૪૫ કિલોના પ્રસાદ લાડુ સાથે પૂજા-અર્ચના કર્યા બાદ પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળનાં બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળશે ત્યારે ખૂબ જ ઉત્સાહ, આનંદ અને આત્મીયતા સાથે કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતાઓ,આગેવાનો, હોદ્દેદારોશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ રાજીવ ગાંધી ભવનથી ભગવાન જગન્નાથજીનાં મંદિર સુધી ઢોલ-નગારા અને પરંપરાગત સાફા પહેરી “જય રણછોડ માખણ ચોર”, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી” “જય જગન્નાથજી” નાં નાદ સાથે પદયાત્રા યોજવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
145 મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીને 145 કિલોનો લાડુ પ્રસાદ અર્પણ કરી કોંગ્રેસ પક્ષે ગુજરાતના