બ્રિજેશભાઈ મેરજા સહિત 400 થી વધુ કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા : 25-09-2015

સૌરાષ્ટ્ર-મોરબીના અગ્રણી ખેડૂત આગેવાનશ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત 400 થી વધુ કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે રાજીવ ગાંધી ભવન ખાતે જોડાયા હતા. 400 થી વધુ કાર્યકરો આગેવાનોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રજા અને ખેડૂતોના પ્રશ્નો, કાયદો વ્યવસ્થા અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારથી ત્રસ્ત નાગરિકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ માધ્યમ બનશે. સૌરાષ્ટ્રમાં સારી કામગીરી કરશે તેવી આશા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કુદરતી પ્રકોપના પગલે અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો છે અને ખેડૂતો નિરાધાર બન્યા છે. ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે.

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note