બોટાદમાં ભાજપ છોડીને 100થી વધુ પાટીદારો કોંગ્રેસમાં જોડાયા

રાજ્યમાંવ્યાપેલા પાટીદાર અનામત આંદોલનને પગલે આજે બોટાદ વિસ્તારમાંથી 100 જેટલા ભાજપના પાટીદારો કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો છે. કોંગ્રેસમાં જોડાયા પછી પ્રતિભાવ આપતા બોટાદ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ સી.બી.પટેલ, ભાજપના ઉપપ્રમુખ દિનેશ દલસાણિયાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ પર પોલીસ દ્વારા આચરાયેલા દમનથી વ્યથિત થઈ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશાં બિનસાંપ્રદાયિકતા-સર્વધર્મ સમભાવ અને સમાનતાના સિદ્ધાંતો પર કામ કરનાર પક્ષ છે. ભાજપમાં ડહોળાયેલા વાતાવરણથી કાર્યકરો અને નેતાઓ કંટાળી ગયા છે. આવા સંજોગોમાં ભાજપના બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખ સી.બી.પટેલ, ભાજપના ઉપપ્રમુખ દિનેશ દલસાણિયા, ડાયમંડ એસો.ના પ્રમુખ શંકરભાઈ પટેલ સહિતના આગેવાનોએ કોંગ્રેસ પક્ષમાં જોડાવાથી આનંદની લાગણી વ્યકત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપના શાસનમાં લોકતંત્રની અવગણના કરવામાં આવે છે, પ્રજાના હક અને અધિકાર પર તરાપ મારવામાં આવે છે આવા સંજોગોમાં તેઓ કોંગ્રેસના વિજય માટે પ્રતિબદ્ધ છે.

http://www.divyabhaskar.co.in/news/SAU-MAT-latest-botad-news-034535-2924810-NOR.html