બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૭૫ નગરપાલિકાની ચૂંટણીઓ અંગે : 08-01-2018
આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૭૫ નગરપાલિકાની ચૂંટણીઓ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં જે તે વિધાનસભા ક્ષેત્રમાં સમાવેશ થતો હોય ત્યાંના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સાથે તા. ૩ અને ૪ થી જાન્યુઆરીના રોજ યોજાયેલ બેઠકમાં પરામર્શ કર્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો