બેરોજગાર યુવાનોને નોકરી આપવાની જગ્યાએ ભ્રષ્ટાચારના દરવાજા ખોલાયા : 21-02-2016
- ૧૫-૧૫ લાખની “કલ્યાણ યોજના” ભાજપ સરકારે દાખલ કરતાં લાખો યુવાનોને અન્યાય.
- જિલ્લાઓમાંથી નિવૃત્ત કર્મચારીની યાદી મંગાવવાની કેમ ફરજ પડી, ભાજપની સરકારની મેલી મુરાદ બર નહીં આવે, ૨૫ લાખ બેરોજગારો સામે જૂઓ: કોંગ્રેસ
- બેરોજગાર યુવાનોને નોકરી આપવાની જગ્યાએ ભ્રષ્ટાચારના દરવાજા ખોલાયા.
ગુજરાતમાં ૨૫ લાખથી વધુ બેરોજગાર યુવાનો સરકારી નોકરી વિના ટળવળે છે ત્યારે ભાજપની આનંદીબહેન પટેલની સરકારે સરકારમાંથી નિવૃત્ત થઇ ગયેલા કર્મચારીઓની યાદી મંગાવીને તેઓને વિવિધ જગ્યા પર પુન:નિમણૂંક આપીને રાજ્યના ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવાનોના હક્ક અને અધિકાર છીનવવાનું કામ કરી રહ્યાંનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યુ હતું કે, રાજ્યમાં લાખો રૂપિયાની ઉંચી ફી ભરીને ઉચ્ચ શિક્ષિત લાખો નવયુવાનોને સરકારી નોકરી નહીં આપીને ભાજપની સરકાર ભ્રષ્ટાચાર માટેના દરવાજા ખોલી દીધા છે અને નિવૃત કર્મચારીઓને પુન:નિમણૂંક આપીને પોતાની અનુકૂળ પડે તેવા નિતી અને નિયમો, ચૂંટણી જીતવા દુરપયોગ કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો