બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ : 29-10-2022
બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ સહિતના મુદ્દે ગુજરાતની જનતાનું મુળમુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ચૂંટણી ટાણે ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગેના ગતકડા – નાટક પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા હિંદુ કોડ બિલ લાગુ કરવામાં આવ્યું હતું. દેશમાં હજારો જાતિઓ છે જેના માટે હિંદુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો, બૌધ્ધ પર્સનલ લો, શીખ પર્સનલ લો અને પારશી પર્સનલ લો જેવા જુદા જુદા કાયદાઓ લાગુ છે પરંતુ તેનું યોગ્ય અમલીકરણ કરવામાં આવતુ નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો