બેન સામે SIT રચો, જમીન ફાળવણીની તપાસ થવી જોઈએ: કોંગ્રેસ
– મોદીના સમયમાં થયેલી જમીન ફાળવણીની તપાસ થવી જોઈએ
ગુજરાતમાં ઉદ્ભવેલા જમીન વિવાદ પર રાજ્યની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણને જાળવી રાખતા કોંગ્રેસે આજે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા તે સમય દરમિયાન ગુજરાતમાં કરવામાં આવેલી જમીનોની ફાળવણીની સુપ્રીમ કોર્ટની નજર હેઠળ વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) મારફત તપાસ કરાવવાની માગ કરી હતી.
કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ નવી દિલ્હી ખાતે પત્રકારોને કહ્યું હતું કે,‘સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમે તે તમામ જમીન ફાળવણીઓની તપાસ કરવી જોઇએ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને આનંદી બહેન પટેલ મહેસૂલ પ્રધાન હતા. શર્માએ આરોપ લગાવ્યો હતો કે મોદી સીએમ હતા તે વખતની ભાજપ સરકારના શાસનમાં સરકારી અને જંગલની જમીનની લૂટ ચલાવવામાં આવી હતી અને કોર્પોરેટ જૂથોને પાણીના મૂલે જમીનો આપી દેવાઇ હતી.
શર્માએ સવાલ કર્યો હતો કે શું જમીનોની આ ફાળવણી રાજ્ય કેબિનેટના નિર્ણયોને આારે કરવામાં આવી હતી અને શું તેને તત્કાલિન મુખ્યપ્રધાન મોદીની મંજૂરી હતી અને શું તે જમીન ફાળવણીઓમાં જો કોઇ હિતોનો સંઘર્ષ હોય તો તેને જાહેર કરાયો હતો કોંગ્રેસે સાથે જ આ પણ જાણવા માગ્યુ હતું કે સરકારી જમીનની કીંમત યોગ્ય રીતે નક્કી કરવામાં આવી હતી કે નહીં
http://www.divyabhaskar.co.in/news/INT-congress-questions-pms-silence-on-gujarat-land-deal-issue-5242430-PHO.html