બેન્કની બહાર રૂા. ૫૦૦ – રૂા. ૧૦૦૦ ની નોટ બદલવા માટે રાહ જોનાર નાગરિકો ખાસ કરીને મહિલા, વૃદ્ધો ભારે તકલીફ : 12-11-2016

રૂા. ૫૦૦ – રૂા. ૧૦૦૦ ની નોટ રાતોરાત નાબૂદ કરીને વાહવાહી લૂંટવા માંગતા શાસકોએ પ્રજાની વ્યથા, પરેશાની અંગે થોડી પણ ચિંતા કરી હોત તો કરોડો નાગરિકોના સમય, શક્તિ બચાવી શકાત અને તેઓને પડતી હાલાકીમાંથી મુક્તી મળત ત્યારે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની ગંભીર બેદરકારી, વહીવટી અણઘડતા, સામાન્ય નાગરિકો માટેનું ઉદાસીન વલણ સમગ્ર અરાજક્તા, અંધાધૂધી માટે સીધી જ જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સતત ત્રણ દિવસ થયાં હોવા છતાં સામાન્ય – મધ્યમ વર્ગની હાલાકી-પરેશાનીમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. કલાકો સુધી બેન્કની બહાર રૂા. ૫૦૦ – રૂા. ૧૦૦૦ ની નોટ બદલવા માટે રાહ જોનાર નાગરિકો ખાસ કરીને મહિલા, વૃદ્ધો ભારે તકલીફનો સામનો કરવો પડે છે. એટીએમ મશીનમાં પૂરતા નાણાં ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. ઘણી બેન્કોના એટીએમ મશીન બંધ હાલતમાં છે. ત્યારે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા વિશ્વસનીય સંસ્થા હોવા છતાં યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. અનેક બેન્કો-પોસ્ટ ઓફિસમાં જાહેરાત થયાના ૭૨ કલાક થયા હોવા છતાં નાણાં ઉપલબ્ધ થતા નથી. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયની નિષ્ક્રીયતા, ઉદાસીન વલણ અને અપૂરતી વ્યવસ્થા સામે પ્રજાની સમસ્યાઓમાં ઘટાડો કરવા, બેન્કોની લાંબી લાઈનોમાંથી મુક્તી મેળવવાની વ્યવસ્થા તંત્રની માંગ સાથે પ્રજાહિતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા દેખાવો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note