“બેટી બચાવો યાત્રા” માં જનમેદનીને સંબોધન – ગાંધીનગર વિધાનસભા ઘેરાવો

ભાજપના હોદ્દેદારો તથા તેમના મોટા માથાઓ દ્વારા ચિંતન બેઠકમાં પક્ષના ઓળખકાર્ડ આપીને બહેન-દિકરીઓ સાથે દૂષ્કર્મ આચરી સતત બ્લેકમેલીંગ કરીને શારીરીક શોષણ જેવી ઘટનાઓ સામે આવી ત્યારે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. નલીયા દુષ્કર્મ કાંડ – ભાજપ કાંડ માં ભોગ બનેલ પીડીતાની ફરિયાદ માં થયેલ ઉલ્લેખ મુજબ પીડીતાની જેમજ અન્ય ૩૫-૪૦ બહેન-દિકરીઓનું શારીરીક શોષણ થયું છે. ત્યારે નલીયા દુષ્કર્મ કાંડ – ભાજપ કાંડ માં ભોગ બનેલી પીડીતાને ન્યાય મળે તે માટે સમગ્ર બનાવની નામદાર વડીઅદાલતના સીટીંગ ન્યાય મૂર્તિની દેખરેખ હેઠળ તટસ્થ તપાસની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૮ મી નલીયા ખાતેથી પ્રારંભ થયેલ ‘બેટી બચાવો યાત્રા’ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી . જેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. ના મંત્રી ડૉ. પ્રભાબેન તાવીયાડ સહિતના પદાધિકારીઓએ સંબોધન કરીને નલીયા દુષ્કર્મ કાંડ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર ભાઈ-બહેનો ગાંધીનગર ખાતે વિધાનસભાને ઘેરાવ માટે આગળ વધ્યા હતા. ત્યારે પોલીસ સાથે ઝપાઝપી-ધમાચકડી મચી ગઈ હતી આક્રમક રીતે ભાજપ સરકાર સામે દેખાવો કરતા ભાઈ-બહેનો પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. ૧૫૦૦ થી વધુ કાર્યકર-ભાઈ બહેનોની અટકાયત કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note