બિહારના મતદાતાઓ એ મહાગઠબંધનમાં મુકેલો વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો

બિહારની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ભવ્ય વિજય અને ભાજપ-એન.ડી.એ.ની કારમી હાર અંગે પ્રતિક્રિયા આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષાશ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદ પટેલે જણાવ્યું હતું કે, બિહારના મતદાતાઓએ આર.જે.ડી., જે.ડી.યુ. અને કોંગ્રેસના મહાગઠબંધન ભવ્ય વિજય અપાવ્યો છે. કોંગ્રેસ, આર.જે.ડી અને જે.ડી.યુ. ના આગેવાનો અને કાર્યકરોએ રાત-દિવસ મહેનત કરીને જે રીતે પ્રચાર કર્યો તે અભિનંદનને પાત્ર છે અને બિહારના મતદાતાઓ એ મહાગઠબંધનમાં મુકેલો વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો છે.

બિહારની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ભવ્ય વિજય અને ભાજપ-એન.ડી.એ.ની કારમી હાર અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, બેફામ નિવેદનબાજી, અહંકારી અને ભ્રષ્ટાચારી ભાજપ અને તેના નેતાઓનો આ કારમો પરાજય છે. બિહારની ચૂંટણીમાં જે મુદ્દાઓ સાથે વાત કરવી જોઈએ તેના બદલે ભાજપ અને તેના વડાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન 16 મહિનાના શાસનની વાત કરવાને બદલે બિહારના મતદાતાઓ લોભ, લાલચ અને ભય દેખાડ્યો. બિહારમાં ભાજપના કારમા પરાજય માટે તેનો અહંકાર, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સીધા જવાબદાર છે.  સમગ્ર પ્રધાનમંડળ અને વડાપ્રધાને જે રીતે પ્રજાના કરોડો રૂપિયા ખર્ચીને પ્રચાર-પ્રસારથી ઉભી કરેલ ભ્રામકતાનો બિહારના મતદાતાઓએ પરપોટો ફોડી નાંખ્યો છે. બિહારના ચૂંટણી પરિણામનું પુનરાવર્તન આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note