બિહારના પરિણામોના પડઘા દેશભરમાં પડશે : અહેમદ પટેલ

બિહારની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ભવ્ય વિજય અને ભાજપ-એન.ડી.એ.ની કારમી હાર અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે જણાવ્યું છે કે, બિહારના મતદાતાઓએ મહાગઠબંધનને ભવ્ય વિજય અપાવ્યો છે. કોંગ્રેસ,આર.જે.ડી. અને જે.ડી.યુ.ના આગેવાનો અને કાર્યકરોએ રાત-દિવસ મહેનત કરીને જે રીતે પ્રચાર કર્યો તે અભિનંદનને પાત્ર છે. બિહારના મતદારોએ મહાગઠબંધન પર મૂકેલા વિશ્વાસ બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે, બેફામ નિવેદનબાજી, અહંકારી અને ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓનો આ કારમો પરાજય છે. બિહારના મતદારોને લોભ, લાલચ અને ભય દેખાડયા, કારમા પરાજય માટે ભાજપના અહંકાર, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જ જવાબદાર છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3165681