બિનલોકશાહી ઢબે સત્તા હાંસલ કરવા ભાજપ બેબાકળું બન્યું : ભરતસિંહ સોલંકી : 07-12-2015
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસ પક્ષને જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતમાં જવલંત વિજય મળ્યો છે અને મહાનગરપાલિકા અને નગરપાલિકામાં મતોની ટકાવારી, જનસમર્થન અને બેઠકોમાં મોટાપાયે વધારો થયો છે. આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે અનઔપચારિક વાતો કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ખાસ કરીને જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતમાં કારમો પરાજય થયો છે ત્યારે હાર-જનમતને સ્વીકારવાને બદલે વિવિધ હથકંડાથી, નૈતિકતા નેવે મૂકીને યેનકેન પ્રકારે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોને તોડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં પ્રજાએ ભાજપને સત્તાથી દુર કર્યા છે ત્યારે બિનલોકશાહી ઢબે સત્તા હાંસલ કરવા ભાજપ બેબાકળું બન્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો