બિનખેતીની મંજૂરી-રિસોર્ટની મંજૂરીનું કૌભાંડ- અર્જુનભાઈ મોઢવાડીયા : 05-02-2016
ખાતો નથી ખાવા દેતો નથી ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડવાની વાતો કરી ચૂંટણીઓ જીત્યા બાદ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે આજ રોજ પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્યમંત્રી અને તે સમયના મહેસૂલ મંત્રીના પુત્રી પરિવારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરીબ અને સામાન્ય માણસને તેમના હક્કના 50 થી 100 વારના પ્લોટ આપવામાં આવતા નથી અને મોટા બિલ્ડરો ગાંધીનગર સાથે સાઠગાંઠ કરી બુલડોઝર ફેરવે છે ત્યારે સમગ્ર કૌભાંડમાં સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયધીશના અધ્યક્ષસ્થાને એસ.આઈ.ટી. દ્વારા તપાસ કરવામાં આવે 150 કરોડ થી વધુ સીધા કૌભાંડ, કંપનીઓમાં કાળાનાણાંની હેરફેર સહિતની બાબતો અંગે જવાબદારી સ્વીકારી રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો