બનાસકાંઠા જીલ્લા હેઠળની વાવ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો વિજય થયો છે. : 12-10-2015
કોંગ્રેસ પક્ષના ચુટાયેલા સભ્યોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતિસંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ અભિનંદન આપ્યા છે. વાવ તાલુકા પંચાયતમાં પક્ષનો વિજય થાય તે માટે વિભાગીય પ્રભારીશ્રી લાખાભાઈ ભરવાડ અને જીલ્લા નિરીક્ષકશ્રી મહેન્દ્રસિંહ બારૈયાએ તનતોડ મહેનત કરી હતી. વાવ તાલુકા પંચાયત ભાજપ શાસિત હતી જેને કોંગ્રેસ પક્ષે ઝુંટવી લીધી છે. રાજ્યના મંત્રીશ્રીએ તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા હતા, પણ તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો કોઈ ધાક-ધમકીને વસ થયા ન હોતા અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટાઈને જાહેર થયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો