“બધું વેચો” – આ મોદીજીનું નવું સૂત્ર : 02-09-2021

“બધું વેચો” – આ મોદીજીનું નવું સૂત્ર છે. તેઓ ૭૦ વર્ષની દેશની તમામ સંપત્તિ વેચી દેશે. શું દેશની મિલકતને ફેંકી દેવાના ભાવે વેચવું એ શું રાજદ્રોહ નથી?  દેશની લાખો કરોડોની તિજોરી અને મહેનતની કમાણીને દુકાન પર “ક્લિયરન્સ સેલ” તરીકે વેચવાનો અધિકાર શ્રી નરેન્દ્ર મોદી કે ભાજપને નથી. અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે, ‘આકાશ’, ‘જમીન’ અને ‘પાતાલ’ – આ બધું વેચાઈ રહ્યું છે.  હવે દેશની 60 લાખ કરોડથી વધુ કિંમતની મિલકત 30 થી 50 વર્ષ માટે ભાડા પર માત્ર 6 લાખ કરોડમાં વેચવા માટે નવી મોદી યોજના જારી કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note