બદલાઈને તા.૧૭,૧૮ અને ૧૯ ડીસેમ્બરના રોજ જીલ્લાવાર બેઠક : 10-12-2015
૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતમાં તાજેતરમાં ચુંટણી પરિણામોમાં કોંગ્રેસ પક્ષ ૨૪ જીલ્લા પંચાયત અને ૧૩૪ તાલુકા પંચાયત પર જન સમર્થન-જન આશીર્વાદ મેળવ્યા છે. તા.૧૧,૧૨ અને ૧૩ ડીસેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ બેઠકની તારીખો બદલાઈને તા.૧૭,૧૮ અને ૧૯ ડીસેમ્બરના રોજ જીલ્લાવાર બેઠક યોજવાનું નક્કી થયેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરુદાસ કામતજી અને સહ પ્રભારીશ્રી અશ્વિન શીખરી અને શ્રી સજ્જનસિંહ વર્મા કોંગ્રેસ પક્ષના જીલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો સાથે જિલ્લાદીઠ બેઠક તારીખ ૧૭-૧૮ અને ૧૯ ડીસેમ્બરના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાશે. જીલ્લા દીઠ બેઠકનો કાર્યક્રમ આ મુજબ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો