બજેટ સાથે રેલ્વે બજેટ સાથે રજૂ થવાનું હોવાથી આંકડાઓની મોટી મોટી વાતો કરી વિકાસલક્ષી બજેટના દાવા સામે : 31-01-2017
કેન્દ્રીય બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈ, મોદી સરકારની જુદી જુદી જાહેરાતો, પ્રજાને પડતી હાલાકીઓ, અચ્છેદિન ના વાયદા, મોંઘવારી એ મોટો પડકાર છે ત્યારે સરકારના અબજો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો હકીકતમાં કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરી અને મળતીયાઓના હિત માટે રજૂ થનાર છે તેવા આક્ષેપ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, બજેટમાં જે પ્રકારની જાહેરાતો નાણા પ્રધાને કરવાની હોય તે પ્રકારની જાહેરાતો તો વડાપ્રધાને ૩૧મી ડિસેમ્બરના રોજ કરી નાખી હતી. ખરેખર તો આ નાણા પ્રધાન માટે નાલેશીભરી બાબત છે. ૨૦૧૬-૧૭નું બજેટ દેશમાં આર્થિક વૃદ્ધિ દર વધારવામાં નિષ્ફળ ગયું છે. ૨૦૧૬-૧૭નો વૃદ્ધિ દર ૮ ટકા અંદાજવામાં આવ્યો હતો પણ તે રિઝર્વ બેન્કના અંદાજ મુજબ ૭.૧ ટકા જ થવાનો અંદાજ છે. જો કે, અનેક અર્થશાસ્ત્રીઓ અને રેટિંગ એજન્સીઓએ જીડીપીનો વૃદ્ધિ દર ૧ ટકાથી ૩.૫ ટકા જેટલો ઘટવાનો અંદાજ મૂક્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો