બજેટ ગરીબ મધ્યમવર્ગ વિરોધી : ભરતસિંહ સોલંકી
ભરતસિંહ સોલંકીએ બજેટ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારની તિજોરીમાં આટલી મોટી આવક થતી હોવા છતાં ગુજરાતના 8000 ગામડાઓમા પીવાના પાણીની મુશકેલી છે. ગામડાઓની સાથે સાથે અમદાવાદના 22 જેવા વિસ્તારોમાં પણ પીવાનું શુદ્ધ પાણી નથી.
તેમણે કહ્યું કે, સરકાર 2016-17ના વર્ષને યુવા વિકાસ વર્ષની વાત કરે છે. ગુજરાતમા 20 લાખ કરતા વધુ બેરોજગાર યુવાનો છે. સરકારે ગત વર્ષે કહ્યું હતું કે, 50 લાખ મકાનો સસ્તાભાવે આપીશુ. પણ આજે 2016માં પણ પ્રજાને આવરે મકાનો દૂર રહી પણ વાજબી ભાવે આપીશું તેવી વાત કરે છે.
ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ વધ્યું છે. 5 લાખ કરતા પણ વધુ યુવાનો ફિક્સ પગારમાં નોકરી કરતા હોય, હાઈકોર્ટના ચુકાદા પછી પણ તેમના ફિક્સ થવા બાબતે કોઈ નિર્ણય ન લેતી હોય. નવા સ્ટાર્ટઅપ માટે 25 કરોડ, જ્યારે બીજી તરફ ઉદ્યોગપતિઓ માટે ધોલેરામાં 1800 કરોડની જોગવાઈ કરાઈ હોય તો, ધનવાન છે તે અતિ ધનવાન થાય તેવી વાતો છે. ગરીબ વધુ દુખી થાય, અસમાનતા વધે તેવુ બજેટ આ વખતે સરકારે રજૂ કર્યું છે.
તેમણે આ બજેટને નિષ્ફળ બજેટ ગણાવતા કહ્યું કે, ગામડામાં સ્માર્ટ વિલેજની વાતો, સ્માર્ટ વિલેજની સાથે તલાટીની ભરતીની શું. દેવામાં રોજબરોજ વધારો થતો જાય છે. દેશમાં સૌથી વધુ વેટ લેવામાં આવે છે. છતાં ગુજરાતનો વેપારી દુખી છે. છતાં તેમને કોઈ પ્રકારની રાહત આપવામાં આવતી નથી. ઉત્સવ, જાહેરાત પાછળનો ખર્ચ વધતો જાય છે.
http://sandesh.epapr.in/c/8770270