બજેટ અંગે પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની પ્રતિક્રીયા : 21-02-2017
રાજ્યની ભાજપ સરકારે આજે જાહેર કરેલું બજેટ ફક્ત જાહેરાતોનું અને પ્રજાજનોને ભ્રમિત કરનારું બજેટ છે તેમ કહીને નવસર્જન ગુજરાતના પ્રણેતા અને પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “નોટબંધીએ વાળી છે વેઠ, પડ્યા ઉપર પાટું છે આ બજેટ”. ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ છે. બજેટનું કદ મોટું છે અને રાજકોષીય ખાદ્ય વધીને ૨૦૦૦૦ કરોડ જેટલી થવા જાય છે. રાજ્યનું દેવું રુપિયા ૨.૦૭ લાખ કરોડ ઉપર પહોંચી ગયું છે અને નોટબંધીને કારણે રાજ્યની દેવું પણ હજુ વધી જશે જે ગંભીર બાબત છે. પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારે આવકનો જે અંદાજ મૂક્યો છે તે શક્ય નથી અને નાણામંત્રીએ ફક્ત ભ્રમિત આંકડા રજૂ કરીને બજેટને મજાક સમાન બનાવી દીધું છે. ભાજપના વડાપ્રધાનશ્રી ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના દેવાને માફ કરવાની વાત કરે છે તો હજુ સુધી ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કેમ કર્યું નહીં ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો