બજેટ અંગે પૂર્વપ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની પ્રતિક્રિયા : 21-02-2017

ભાજપ સરકાર દ્વારા રજૂ કરેલ અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નાણાંકીય બિનઆયોજન, ખોટા ખર્ચા, અન્ય હેતુ માટે નાણાં વેડફી નાંખવા જેવી બાબતોથી ગુજરાત દેશમાં અગ્રીમ દેવાદાર રાજ્ય બની ગયું છે. દેવામાં સતત વધારો થવાના કારણે ગુજરાતના નાગરિકો પર રોજ માત્ર વ્યાજનો જ બોજ ૫૦ કરોડ જેટલો માતબર પડે છે. નવી યોજનાઓના નામે નાટક કરવામાં આવે છે. યોજનાઓના નામો બદલી નાંખવામાં આવ્યા છે. શિક્ષણ અને આરોગ્ય પાછળ નાણાં ખર્ચવાની મોટી મોટી જુદી જુદી યોજનાઓ હકીકતમાં ભાજપ સરકારની નિષ્ફળતાનું એકરારનામું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note