બંધારણની વિરુદ્ધ વટહુકમો અને કર્તવ્યો કરવામાં આવે અને ન્યાય માટે હાઈકોર્ટમાં જવું પડે તે કમનસીબ ઘટના

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના મારફતે કરાયેલ બન્ને વટહુકમો તથા રાજ્ય ચૂંટણી પંચનો સ્થાનિક  સ્વરાજની ચૂંટણી મુલતવી રાખતો નિર્ણય રદબાતલ જાહેર કર્યો છે. અને રાજ્ય ચૂંટણી પંચને સહેજ પણ વિલંબ વગર ચૂંટણીઓ કરવા આદેશ આપેલ છે. ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ એક્ટીંગ ચીફ જસ્ટિસ શ્રી જયંતભાઈ પટેલ તથા જસ્ટિસ એન.વી. અંજારિયા એ ઐતિહાસિક ચુકાદો આપેલ છે જે રાજ્ય સરકારના માટે એક લપડાક સમાન છે. કોંગ્રેસ પક્ષે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, બંધારણની સ્પષ્ટ જોગાઈઓથી વિરુદ્ધ વટહુકમો અને કર્તવ્યો ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવે અને ન્યાય માટે લોકોએ હાઈકોર્ટમાં જવું પડે તે કમનસીબ ઘટના છે.

ગુજરાત હાઈકોર્ટે પોતાની સમક્ષની પીટીશન સાંભળતી વખતે ચૂંટણી પંચની ઓરીજનલ ફાઈલ પોતાના કબજામાં લીધી હતી અને તે ફાઈલમાંના કેટલાક નોટીંગ પર થી નિરીક્ષણ કરતા નોંધેલ હતું કે જે મીટીંગમાં ચીફ સેક્રેટરી ખુદ હાજર હતા અને તે જ દિવસે વટહુકમ થાય છે છતાં મીટીંગની મીનીટ્સમાં વટહુકમનો ઉલ્લેખ સુધ્ધા નથી. એ જ દિવસે લેટરપેડ પર નહીં પરંતુ સાદા કાગળ પર વકીલનો અભિપ્રાય માંગવામાં આવે છે. આ કાગળમાં આજે જ કે તાત્કાલિક અભિપ્રાય આપવા કોઈ શબ્દ ન હોવા છતાં એજ દિવસે અભિપ્રાય મળી જાય છે. અને એજ દિવસે ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવાય છે પરંતુ તેમાં વકીલના અભિપ્રાયનો  ઉલ્લેખ જ નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note