બંધારણનાં નિર્માણમાં જેમનું યોગદાન નથી તે જ તેનું રટણ કરે છે : સોનિયા ગાંધી
શિયાળુ સત્રની શરૂઆત ગરમાગરમીના માહોલ વચ્ચે બંધારણ દિવસની ઉજવણીથી કરાઈ હતી. વડા પ્રધાન મોદી સહિતના સાસંગો દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરને યાદ કરાયા બાદ કામગીરી શરૂ થઈ હતી. સોનિયા ગાંધીએ નામ લીધા વગર ભાજપ પર ચાબખાં વરસાવતા જણાવ્યું કે જેમને બંધારણમાં શ્રદ્ધા નથી કે તેના નિર્માણ સાથે લેવા દેવા નથી તે બંધારણનું રટણ કરે છે.
સંસદના પહેલા જ દિવસે સોનિયાની ફટકાબાજી
પહેલાં જ દિવસે કોંગ્રેસ અધ્યક્ષાએ ભાજપ પર ફટકાબાજી શરૂ કરી હતી. તેમણે ભાજપનું નામ લીધા વગર જ જણાવ્યું કે, જે લોકોની બંધારણના નિર્માણમાં કોઈ ભૂમિકા નથી, જેમને બંધારણમાં શ્રદ્ધા નથી તેઓ બંધારણની વાતો કરતા હોય છે, બંધારણનું રટણ કરતા હોય છે. જે બંધારણને અનુસરતા નથી તે તેની આગેવાની કરવા માગે છે તેનાથી વધારે હાસ્યાસ્પદ શું હોઈ શકે.
http://www.sandesh.com/article.aspx?newsid=3181056