ફેક્ટ્રીઝ બીલ – ૨૦૧૬ પર રાજ્ય સભામાં દેશના શ્રમિકો અને રોજગારીની વાસ્તવિક્તા પર હકીકતો રજૂ કરતાં વરિષ્ઠ સાંસદ શ્રી અહમદભાઈ પટેલ : 11-04-2017
એક તરફ સરકાર દાવો કરે છે કે ભારતીય અર્થ વ્યવસ્થા તેજીથી આગળ વધે છે પરંતુ બેરોજગારીમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે. રોજગાર વગરનો વિકાસ દેશને ક્યાં લઈ જશે?
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશના શ્રમિકોને નુક્શાન કરતાં – રોજગારી છીનવતા ફેક્ટ્રીઝ બીલ – ૨૦૧૬ પર રાજ્ય સભામાં દેશના શ્રમિકો અને રોજગારીની વાસ્તવિક્તા પર હકીકતો રજૂ કરતાં વરિષ્ઠ સાંસદ શ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર નવા રોજગાર ઉભા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જે વાતને સરકારે ખુદ ગૃહમાં સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૧ માં બેરોજગારીનો દર ૩.૮ ટકા થી વધીને ૫ ટકા થઈ ગયો છે અને બક્ષીપંચ, અનુ.જાતિ, અનુ.જન જાતિ સહિતના વર્ગોમાં બેરોજગારના આંકડો ઘણો ઉંચો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો