ફી માં બેફામ વધારો કરીને અને કરાવીને શિક્ષણને ધંધો અને વેપારનું સાધન : 27-06-2018
- ચોથા ભાગના વિદ્યાર્થીઓ દસમાં ધોરણ પહેલાં જ શાળા છોડી દે છે
- ફી માં બેફામ વધારો કરીને અને કરાવીને શિક્ષણને ધંધો અને વેપારનું સાધન બનાવી દેવાયું છે, રાજ્ય સરકાર પોતે પણ શિક્ષણમાં ધંધો કરે છે
- ૧.કરોડ ૩૨ લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત રમે છે રાજ્ય સરકાર
- દર વર્ષે ૫૦ લાખ વાલીઓ પર પડે છે બાળકોને ભણાવવાનો ભયંકર આર્થિક બોજો
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જેટલું અંધેર પ્રવર્તે છે એટલું કદાચ બીજા કોઈ ક્ષેત્રે નથી. રાજ્ય સરકારે જાણે કે શિક્ષણ ક્ષેત્રે તેની કોઈ જ જવાબદારી જ ન હોય એ રીતે વર્તવાનું કામ કર્યું છે. શાળા, કોલેજો અને યુનીવર્સીટીઓમાં શિક્ષણ એટલું મોંઘુદાટ કરી દેવાયું છે કે મહીને રૂ.૨૫,૦૦૦ ની આવક ધરાવનારાં માં-બાપ માટે સંતાનોના શિક્ષણ માટે દેવું કર્યા વિના છૂટકો રહેતો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો