“ફીક્ષ પગાર ધારકોને ક્યાં પેટમાં દુખે છે ?” : 31-12-2016

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ “ફીક્ષ પગાર ધારકોને ક્યાં પેટમાં દુખે છે ?” તેવા કરેલા જાહેર નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી શાસનમાં હોવા છતાં ગુજરાતના યુવાનોની ગંભીર અવગણના કરી રહી છે. ઉચ્ચ શિક્ષિત લાયકાત ધરાવતાં ૫ લાખ યુવાનોનું ફીક્ષ પગારના નામે આર્થિક શોષણ થઇ રહ્યું છે. રાજ્યના ૫ લાખ ફીક્ષ પગાર ધારકોને નામદાર વડી અદાલતે કાયમી કરવા અને પૂરું વેતન ચુકવવા આદેશ કરેલ હતો પણ ભાજપ સરકારની યુવા વિરોધી નીતિ-માનસિકતાને લીધે સુપ્રિમ કોર્ટમાં ભાજપ સરકારે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. લાંબા સમયથી કાનૂની  લડત ચાલી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note