ફિક્સ પગારદાર શિક્ષક અને કોમ્પ્યુટર ઓપરેટરો (V.C.E.) પોતાની વાત રજુ કરવાનો પણ અધિકાર નથી : 16-10-2017

  • ફિક્સ પગારદાર શિક્ષક અને કોમ્પ્યુટર ઓપરેટરો (V.C.E.) પોતાની વાત રજુ કરવાનો પણ અધિકાર નથી: ડૉ.હિમાંશુ પટેલ

વર્તમાન ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં યુવાનોનું શોષણ અને સરમુખત્યારશાહીનું ખેલ્લેઆમ પ્રદર્શન આજે ગાંધીનગર ખાતે દશ હજારથી વધુ ફિક્સ પગારદાર શિક્ષક અને કોમ્પ્યુટર ઓપરેટરો (V.C.E.) પોતાની વાત રજુ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી તેઓનું પ્રતિનિધિ મંડળને ભાજપ સરકાર દ્વારા સંભાળવાની જગ્યાએ તેમનું એ જ સરમુખત્યાર શાસનની પધ્ધતિ દ્વારા ડી.એસ.પી. કચેરી ખાતે એક નાની રૂમમાં, કે જ્યાં સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ ન હોય તેવી જગ્યાએ ગોંધી રાખીને, માનસિક ત્રાસ આપીને ક્ષમ્ય ન થાય તેવું કૃત્ય કરવામાં આવેલ. તેમના અધિકૃત આગેવાનો દ્વારા તેમના પ્રશ્નો સાંભળવા માટે કોંગ્રેસ પક્ષને નિમંત્રણ આપતા આજ રોજ ગાંધીનગર ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો (V.C.E.) તથા ફિક્સ પગારદાર શિક્ષકો દ્વારા ગાંધીનગરમાં તેમની પડતર માંગણીને લઈને ગાંધીનગરમાં દેખાવ કરવા માટે એકત્રિત થયેલ હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note