ફિક્સપગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના નામે ૧૫ લાખ કરતાં વધુ યુવાનોનું આર્થિક શોષણ : 13-11-2016
ભારત દેશમાં બંધારણ જ સર્વોપરી છે પરંતુ આ વિધાન ભાજપ શાસનમાં ગુજરાતના યુવાનો માટે માત્ર સ્વપ્ન સમાન જ છે. નંબર -૧ દાવા કરનાર ભાજપ સરકારના શાસનમાં ફિક્સપગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના નામે ૧૫ લાખ કરતાં વધુ યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે, ત્યારે રાજ્યના યુવાનોના હક્ક અને અધિકાર, ‘સમાન કામ – સમાન વેતન’ ના નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૪મી, ૧૫મી નવેમ્બર, ૨૦૧૬ ના રોજ બે દિવસીય ધરણાંના કાર્યક્રમની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ સયુંક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ વિભાગોમાં સરકાર કરકસરના બહાનાં હેઠળ ફિક્સ પગારના નામે, મોટા ભાગનું આઉટ સોર્સિંગ કરીને કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરીને તેમને ઉચ્ચક પગાર આપીને સતત આર્થિક શોષણ કરીને શું સાબિત કરવા માંગે છે? શું ફિક્સ પગાંરદાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગમાં કામ કરતા ૧૫ લાખ કરતાં વધુ કર્મચારીઓ મનુષ્ય નથી?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો