ફરજીયાત મમતાકાર્ડનો આદેશ રદ્દ : 13-01-2016
ગુજરાતની ભાજપ સરકારે ગર્ભવતી મહિલાઓ માટે ફરજીયાત મમતાકાર્ડ હોય તો જ સારવાર મળશે તેવો કરેલો ૨૦૦૬ માં આદેશ નામદાર વડી અદાલત ગુજરાતે રદબાતલ કર્યો છે તેને આવકારતાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોને આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ નીવડી છે. મનફાવે તેવા પરિપત્રો કરીને ગરીબ દર્દીઓને સારવાર ન મળે તેવા નાટકો કરે છે. ગુજરાતમાં મમતાકાર્ડ હોય તો જ ગર્ભવતી મહિલાને સારવાર મળે તે નિર્ણય નામદાર વડીઅદાલતે રદ કરતાં ૨૦૦૬ થી હેરાન થતા હજારો બહેનોને અને તેમના પરિવારોને રાહત થઈ છે. સરકાર કોઈ પણ પ્રકારના મગજથી આડેધડ કાયદાઓ બનાવે છે. આવા કાયદા થી હજારો સામાન્ય-ગરીબ વર્ગના દર્દીઓ હેરાન પરેશાન થાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો