ફરજિયાત વોટિંગ : વટહુકમ ભાજપ સરકારનું સરમુખત્યાર પગલું

ફરજિયાત મતદાન અંગે આજે જાહેર થયેલા વટહુકમને કોંગ્રેસે સરમુખત્યારશાહી પગલું ગણાવ્યું છે. પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકારને પ્રજાએ મત આપીને સત્તાની સોંપણી કરી હતી પરંતુ છેલ્લા ૧૫ વર્ષમા ભાજપ શાસકો તેમની ફરજ ચૂકી ગયા છે. પ્રજા વિરોધી નિર્ણયો અને ભ્રષ્ટાચારના કારણે ચૂંટણી જીતી શકાય તેમ ન જણાતા બહુમતીના જોરે ફરજિયાત મતદાનના ગીમીકસ રચી છે. પ્રજાને મત આપવા ફરજ પાડતી સરકાર પ્રજા માટે ફરજિયાત કરવાના કાર્યોમાં ફરજ ચૂકી ગઈ છે. પ્રજાને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. ખેડૂતોને સિંચાઈ માટે પાણી કે વીજળી ન આપી શકે, પ્રજાને અને ખાસ કરી મહિલાઓ અને બાળકોને સુરક્ષા પૂરી પાડી ન શકે, વિદ્યાર્થીઓને સારું અને સસ્તું શિક્ષણ ન મળે, ગરીબ- મધ્યમવર્ગને સસ્તી આરોગ્ય સેવા ન મળે, આમ છતાં સરકાર પોતાની ફરજ પ્રત્યે આંખ આડા કાન કરીને પ્રજાને મતદાન માટે ફરજ પાડી રહી છે પરંતુ પ્રજા તેનો જવાબ ફરજિયાત મતદાન કરી ને જ આપશે.

http://www.sandesh.com/article.aspx?newsid=3104420