પ્રાથમિક, માધ્યમિક, ટેકનીકલ, તબીબી શિક્ષણની સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તોડી નાખવામાં આવ્યું : 25-09-2015
ગુજરાતની ભાજપ સરકારે જાહેર કરેલ આર્થિક પેકેજ વિદ્યાર્થી અને યુવાનો માટે લાભ કરતાં ખાનગી કોલેજોના સંચાલકોના લાભાર્થે હોય તેમ જણાય છે. ત્યારે ભાજપ સરકારે જૂની યોજનાઓને નવા નામે આ પેકેજમાં સામેલ કરી છે જે એક પ્રકારની પ્રજા સાથે છેતરપીંડી છે. હકીકતમાં ભાજપ સરકારે જાહેર કરેલ આર્થિક પેકેજ યોજના મુખ્યમંત્રી અને ભાજપ શાસનના છેલ્લા ૧૪ વર્ષની શાસન નિષ્ફળતાનું એકરારનામું હોવાનું સ્પષ્ટ જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક, માધ્યમિક, ટેકનીકલ, તબીબી શિક્ષણની સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તોડી નાખવામાં આવ્યું છે. ૧૩ હજાર પ્રાથમિક શાળાઓ બંધ કરવાનું સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. ૧૪ હજાર જેટલી શાળાઓના એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ૩૩માં ક્રમે ધકેલાઈ ગયું છે. શિક્ષણનો અધિકાર કાયદાનો ગુજરાતે અસરકારક અમલ કર્યો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો