પ્રવેશોત્સવ, ગુણોત્સવ, રણોત્સવ, કૃષિ મહોત્સવ બાદ હવે ખાડોત્સવની જવાબદારી પણ શિક્ષકોને માથે – જયરાજસિંહ : 05-05-2018
- પ્રવેશોત્સવ, ગુણોત્સવ, રણોત્સવ, કૃષિ મહોત્સવ બાદ હવે ખાડોત્સવની જવાબદારી પણ શિક્ષકોને માથે – જયરાજસિંહ
- ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે પડેલા પોતાના ગેરવહીવટના ને નિષ્ફળતાના ખાડા પુરવાના બદલે હવે શિક્ષકો પાસે ખાડા ખોદાવશે – જયરાજસિંહ
- ફીક્સ પગારના કારણે શિક્ષકોના પેટમાં પડતા ખાડા પુરવાની જગ્યાએ તેમની પાસે તળાવના ખાડા ખોદવાની મજુરી કરાવવી તે સરકારની નિર્દયતા – જયરાજસિંહ
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે ગુજરાત સરકારે માનવતા અને સંવેદનશીલતા ની તમામ હદ વટાવી
શિક્ષકોને તળાવ ઉંડા કરવાના કામમાં જોતરવાના આદેશ કર્યા છે. ઉત્સવો, મેળાવડા, વાઈબ્રન્ટ ના તાયફામાં વ્યસ્ત રહેતા શિક્ષકો શિક્ષણ સિવાયનું તમામ કામ કરે છે પણ તેઓ બંધવા મજુર ( Bonded labour)હોય તેમ ખાડા ખોદવાની મજુરી કરાવી ભાજપ સરકારે ગુરૂદ્રોહ ની સાથે સાથે વહીવટી અણઆવડત સિધ્ધ કરી છે અને શિક્ષકને ” ગુરુ ” ને બદલે ” લઘુ ” બનાવી દીધો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો