પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ફરજીયાત અમલ કરાવવા સામે ખેડૂતોનો ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ : 13-07-2016
- પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ફરજીયાત અમલ કરાવવા સામે ખેડૂતોનો ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ
- વિધાનસભાની આગામી ચૂંટણીમાં ખેડૂતોના રોષથી બચવા માટે ભાજપે અત્યારથી જ પક્ષનો વીમો કરાવી લેવો જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સદંતર નિષ્ફળ જતાં ભાજપ સરકાર દ્વારા ધિરાણ મેળવતા તમામ ખેડૂતોને પાક વીમા હેઠળ ફરજીયાતઆવરી લેવા સામે ખેડૂતોએ ભારે આક્રોશ સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. વિવિધ પાકના વાવેતર માટે ધિરાણ લઈ દેવાદાર થઈ ગયેલા ખેડૂતો પાસેથી પાક વીમાના નામે ઉઘાડી લૂંટ ચલાવનાર ભાજપ સરકારને આ યોજનાનો ફરજીયાતઅમલ બંધ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો