પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ચોકીદારને બદલે ભાગીદાર જેવી ભૂમિકા ભજવી છે – અર્જુન મોઢવાડીયા : 04-08-2018
- મેહુલ ચોક્સીને એન્ટીગુઆનું નાગરિકત્વ અપાવવા ભારત સરકારે પોલીસ ક્લીઅરન્સ આપ્યું ત્યારે દેશની કોર્ટોમાં ૪૨ કેસો પેન્ડીંગ હતા.
- શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ મેહુલ ચોક્સી સામેના ૪૨ કેસોની યાદી, આ કેસો અંગે જાણ કરતા અને તેમનો પાસપોર્ટ જમા કરવાની માંગણી કરતા પત્રો સહિતના દસ્તાવેજો જાહેર કર્યા.
- મેહુલ ચોક્સી સામેના કેસોની વિગતો પ્રધાનમંત્રી, નાણા મંત્રીશ્રી, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર પાસે હોવા છતાં પોલીસ સર્ટીફીકેટ કેમ અપાયું ? પ્રધાનમંત્રીશ્રી જવાબ આપે.
- ગુજરાત હાઈકોર્ટે તા. ૧૪-૯-૨૦૧૬ના ઈન્ટરીમ ઓર્ડરમાં મેહુલ ચોક્સીના પાસપોર્ટ જપ્ત કરવાની કાર્યવાહી કરવાની અરજી સામે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો હતો, પરંતુ ગુજરાત સરકારે કોઈ પગલાં ન લીધા.
- અગાઉ લલિત મોદી અને વિજય માલ્યાને સેઈફ પેસેજ આપીને ભગાડી દેવાયા હતા. લલિત મોદી પછી મેહુલ ચોક્સીને જેલથી બચવા વિદેશોમાં ઠરીઠામ થવા ભાજપ સરકારની સીધી મદદ.
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ચોકીદારને બદલે ભાગીદાર જેવી ભૂમિકા ભજવી છે – અર્જુન મોઢવાડીયા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો