પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને નિરીક્ષકશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક : 04-12-2015

24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય બાદ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને નિરીક્ષકશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને સિધ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિતીમાં યોજાઈ હતી. રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને નિરીક્ષકશ્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાનો વિજય છે. નવસર્જન ગુજરાત એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપવા બદલ જનતા જનાર્દનને વંદન-અભિનંદન કરું છું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના નાગરિકોએ જનસમર્થન અને જનઆશીર્વાદથી 24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો જવલંત વિજય થયો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં સમસ્યાઓની ભરમાર છે. સ્વ. રાજીવ ગાંધીએ પંચાયતી રાજ દ્વારા જ ગ્રામીણ વિકાસથી રાષ્ટ્ર વિકાસની પરિકલ્પનાથી પંચાયતી રાજના મજબૂતીકરણ માટે આમૂલ પરિવર્તન કરીને લોકતંત્રને મજબૂતી આપી, સગઠનમાં તમામ વર્ગની ભાગીદારીને મહત્વ આપ્યું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note