પ્રદેશ કોંગ્રેસ સંગઠનના માળખામાં પુનઃ રચના કરવામાં આવશે : ભરતસિંહ સોલંકી : 08-09-2016

  • પ્રદેશ કોંગ્રેસ સંગઠનના માળખામાં પુનઃ રચના કરવામાં આવશે : ભરતસિંહ સોલંકી
  • જ્યાં જરૂર પડે ત્યાં શહેર – જિલ્લાના માળખામાં ફેરફાર કરાશે : ભરતસિંહ સોલંકી
  • એ.આઈ.સી.સી.ની મંજુરીથી પ્રદેશ કક્ષાની ચૂંટણી સમિતિ અને ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરવામાં આવશે : ભરતસિંહ સોલંકી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૬૦ દિવસથી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ સંગઠનમાં વિવિધ તબક્કાવાર શહેર – જિલ્લા તેમજ પ્રદેશના આગેવાનો સાથે સતત સંવાદ ચાલી રહ્યો છે. તેને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ સંગઠનના માળખાની પુનઃ રચના કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જિલ્લા અને શહેર સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી લક્ષી કામની વહેચણી સામાજિક સમિકરણને ધ્યાનમાં લઈને ફેરફાર કરાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note