પ્રતિનિધી મંડળ મહામહીમ રાજ્યપાલશ્રીની મુલાકાત : 18-07-2016
તાજેતરમાં ઉના તાલુકાના સમઢીયાળા ખાતે દલિત યુવાનો પર બેરહેમી-અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો અને આ અંગે ગુનાગારો સામે તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અમાનુષી અત્યાચાર થતાં પોલીસ તંત્ર – વહીવટી તંત્ર ગુનેગારોને છાવરી રહી છે. ભાજપ શાસનમાં દલિતો પરના અત્યાચારોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં દલિત પરિવારો પરના અત્યાચારો રોકવામાં આવે, દલિત પરિવારોને બંધારણીય હક્ક આપવામાં આવે અને દલિતો પર અત્યાચારોની તટસ્થ તપાસ કરવામાં આવે અને સંડોવાયેલ ગુનેગારો સામે કડકમાં કડક પગલાં પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા ના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનું એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધી મંડળ તા. ૧૯-૭-૨૦૧૬ ને મંગળવારના રોજ સાંજે ૪-૩૦ કલાકે મહામહીમ રાજ્યપાલશ્રીને રૂબરૂ રજૂઆત કરશે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો