પ્રજા વિરોધી ભાજપ સરકારને જાકારો આપી કોંગ્રેસ પક્ષના પ્રજા લક્ષી, પંચાયતી રજની પુન:સ્થાપના માટે અપીલ કરતાં ભરતસિંહ સોલંકી : 27-11-2015

મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના ગુજરાતમાં કેન્દ્ર સ્થાને સામાન્ય નાગરિકને બદલે ગુજરાતની ભાજપ સરકારે સીમિત લોકોને ધ્યાનમાં રાખી લાખો લોકોના અધિકાર છીનવ્યા છે. ત્યારે આ પ્રજા વિરોધી ભાજપ સરકારને જાકારો આપી કોંગ્રેસ પક્ષના પ્રજા લક્ષી, પંચાયતી રજની પુન:સ્થાપના માટે અપીલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત વિરોધી, પ્રજા વિરોધી માનસિકતા ધરાવે છે. બક્ષીપંચ, આદિવાસી અને દલિત વર્ગનો તેમના આપવાના અધિકાર આ ભાજપ સરકારે છીનવી લીધા છે. દલિતો પરના અત્યાચારમાં વધારો થયો છે. બેક બેગની જગ્યા લાંબા સમયથી ભરવામાં આવતી નથી. જાતી વિષયક પ્રમાણપત્રો મેળવવામાં લાંબી લાઈનો આંબે છે. સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૮૦ ટકા ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ૭૦ ટકા પેરામેડીકલ સ્ટાફ ખાલી છે. ૧૪,૫૬૫ જેટલી શાળાઓ એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની જરૂર પડે છે. શહેર અને ગ્રામ્યને જોડતા ૬ હજાર જેટલા એસ.ટી. બસ રૂટો બંધ કરીને ગ્રામ્ય વિસ્તારને ભાજપ સરકારે ભારોભાર અન્યાય કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note