પ્રજાને અનેકવિધ સમસ્યાઓ છતાં ચૂંટણી જીતવા મુખ્યમંત્રીને શેખચલ્લીના સપના : 10-08-2016
- પ્રજાને અનેકવિધ સમસ્યાઓ છતાં ચૂંટણી જીતવા મુખ્યમંત્રીને શેખચલ્લીના સપના
- સામાજિક સમરસતા ડ્હોળી નાખનાર ભાજપ સરકારે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દસકાથી વિવાદ અને સમસ્યાઓ પેદા કરી તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ રહેલી ભાજપ સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સામાજિક આંદોલનને કોઈ પડકાર ગણ્યા વિના ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જીતવાનો મનસૂબો ધરાવે છે. પરંતુ તેમણે મતોના રાજકારણમાંથી બહાર આવી પ્રજાલક્ષી વિકાસ કામોનો સત્વરે અમલ કરવો જોઈએ એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો