પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી સૌરભ દલાલ અને ભાજપ સરકાર
- પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી સૌરભ દલાલ અને ભાજપ સરકાર
- સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી કમાણી કરાવી
- ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ખાનગી વીજકંપનીઓને તગડો નફો અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો.
ભાજપ સરકારે તેના ૨૩ વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે.ત્યારે ઉર્જા મંત્રી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા વિવિધ આંકડાઓનો આધાર લેવાનો પ્રયાસ કર્યો છે હકીકત ગુજરાતની તિજોરીને કરોડો રૂપિયાના નુકશાન સાથે વીજ વપરાશકર્તાઓ મોઘાં વીજબિલનો ભોગ બની રહ્યા છે. કોંગ્રેસની વર્ષ ૧૯૯૩-૯૪ના શાસનમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૪૩૪૫ મેગાવોટ હતી. અને સરકારી વીજ મથકો સરેરાશ ૬૧.૪ ટકા સાથે કાર્યરત હતા. કોંગ્રેસના શાસનમાં વીજઉત્પાદનમાં સ્વાવલંબી હતું જયારે ભાજપના શાસનમાં છેલ્લા ચાર વર્ષમાં સરકારી વીજમથકોની ઉત્પાદન ક્ષમતા માત્ર ૩૧ ટકા પહોચી ગઈ અને બીજી બાજુ ખાનગી વીજ કંપની પાસેથી છેલ્લા ચાર વર્ષમાં ૩૨,૩૯૫ કરોડની જંગી વીજ ખરીદી કરવામાં આવી છે ત્યારે ઉર્જા મંત્રીશ્રી કોંગ્રેસ પર આક્ષેપ કરવાને બદલે હિમત હોય તો સરકારી વીજ મથકોની કાર્યક્ષમતા,ખાનગી વીજકંપની પાસેથી વીજ ખરીદીની ગોઠવણ અને વીજ વપરાશ કર્તાઓની સ્થિતિ અંગે શ્વેતપત્રની માંગણી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી અને કોંગ્રેસ પક્ષના અગ્રણી શ્રી કે.જી.પટેલે જણાવ્યું હતું કે ઉર્જામંત્રીશ્રી વીજ ઉત્પાદનના ૧૫ વર્ષમાં ૧૮,૧૨૮ મેગાવોટના વધારાના દાવા સામે હકીકતમાં ઉર્જા વિભાગે આરટીઆઈમાં આપેલા જવાબમાં ૨૩ વર્ષમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૮૬૦૧ મેગાવોટ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારી વીજમથકમાં પ્લાન્ટ લોડ ફેક્ટર ૨૯.૪૦ ટકા પ્રમાણે ફક્ત ૨૫૦૦ મેગાવોટ આસપાસ થાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો