પ્રજાની અપેક્ષાઓ સંતોષવામાં સતત બીજીવાર ભાજપ સરકાર ઉણી ઉતરેલ છે : શ્રી ભરતસિંહ સોલંકી

પ્રજાની અપેક્ષાઓ સંતોષવામાં સતત બીજીવાર ભાજપ સરકાર ઉણી ઉતરેલ છે ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગ વિરોધી કેન્દ્રીય બજેટની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ બજેટ મોંઘવારી વધારનારું, ફુગાવો વધારનારું છે અને મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને મુશ્કેલી વધારનારું છે તેમજ આ બજેટમાં લાંબા લાંબા વાયદાઓથી ખેડૂતોને ફાયદો થાય તેવી કોઈ જ નક્કર બાબત રજૂ કરી નથી. સર્વિસ ટેક્ષનું ભારણ અને ઈન્કમ ટેક્ષનો કોઈ જ ફેરફાર ન થતા મધ્યમ વર્ગ પર મોંઘવારીનો માર લાગશે. આ બજેટ મધ્યમવર્ગને છેતરનારું બજેટ છે. બજેટથકી શહેરી વર્ગ પણ નિરાશ થયો છે માર્કેટ ગગડી રહ્યું છે. સર્વત્ર મંદીનો માહોલ છે, વેપાર ઉદ્યોગો તૂટી રહ્યાં છે, રૂપિયો સતત ગગડતો જાય છે, છતાં ફેક્ટર બદલીને આંકડાકીય માયાજાળ રચી ઉંચો જી.ડી.પી. દર્શાવી ભ્રામક્તા ઉભી કરવામાં આવી રહી છે.

૨૦૧૪ ની ચૂંટણીઓ પહેલાં ભાજપે ૧ કરોડ યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું જે તેઓ આ બજેટ જોતાં ભૂલી ગયા હોય તેવુ લાગે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ૭૨ ટકાથી વધુ ઘટાડો થયો છે. છતાં ખેડૂતોને ખાતર, સિંચાઈ, વિજળી, ડિઝલ જેવી બાબતોમાં કોઈ જ પ્રકારની રાહત આપી નથી પેટ્રોલ-ડીઝલના ઘટાડાનો લાભ સામાન્ય-મધ્યમવર્ગના નાગરિકોને આપવાને બદલે કેન્દ્ર સરકાર એક્સાઈઝમાં વધારો કરી કરોડો રૂપિયા એકત્ર કરી લેવામાં આવ્યાં છે. આ બજેટમાં ખેડૂતો માટે સૌથી મહત્વની એવી મિનીમમ સપોર્ટ પ્રાઈઝ (એમ.એસ.પી.) નો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. જેમ પહેલાં ૨૦૧૪ ની ચૂંટણી વખતે શહેરી પ્રજાને ભાજપે લોલીપોપ દેખાડી આકર્શવાનો પ્રયાસ કર્યો હતો તે જ રીતે પાંચ રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને ગામડાંના લોકોને આકર્ષવાનો માત્રને માત્ર દેખાડો કરવામાં આવ્યો છે.

 

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note